યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.
પ્રથમ હપ્તો
આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટે
વ્હાલી દીકરી યોજના અન્વયે લાભાર્થી દીકરીઓને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટે
આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને 18 વર્ષની ઉંમરે તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.
જરૂરી પુરાવા
દીકરીના જન્મનું પ્રમાણપત્ર
દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
માતા-પિતાના આધારકાર્ડ
માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
આવકનો દાખલો
દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું
અરજદારના રેશનકાર્ડની નકલ
અરજી કરવાનું સ્થળ
ફોર્મ અને પુરાવાઓ લઇ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી પરથી વ્હાલી દીકરી યોજના માટે અરજી કરી શકો છો.
ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.
સ્વ ઘોષણા ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.