ગરીબ વર્ગ અને આર્થિક રીતે નબળા લોકો માટે સરકાર દ્વારા રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. રેશનકાર્ડ ધારકોને આ કાર્ડ દ્વારા ફ્રી માં રાશન મળે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની જેમ, રેશન કાર્ડ પણ સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સમાંનું એક છે. જેનો ઉપયોગ ઘણી જગ્યાએ આઈડી પ્રુફ તરીકે પણ થાય છે. આવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સમાં કેટલીકવાર વિવધ સુધારાઓ જેવા કે રેશનકાર્ડ ખોવાઈ ગયાના કિસ્સામાં ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવું, કાર્ડમાં નામ ઉમેરવું/કાઢવું, સરનામું બદલાવવું, વગેરે જેવા સુધારાઓ કરવા અનિવાર્ય બનતા હોઈ છે. આ કિસ્સામાં કેટલા નંબરનું ફોર્મ ભરવું, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટસ ની જરૂર પડશે, ફોર્મ ભરીને અરજી ક્યાં કરવી વગેરે જેવી બાબતો આ બ્લોગ ના મધ્યમ થી જાણીએ.
જરૂરી પુરાવા
ડ્રાઈવિંગ લાઇસન્સ / આધારકાર્ડ
લાઈટબીલ/વેરાબિલ
માલિકીના કિસ્સામાં આકારણી પત્રક / પ્રોપર્ટી કાર્ડ ની નકલ
ઓરીજીનલ રેશનકાર્ડ
મહેસુલ ની પાવતી
વરસાઈ પેઢીનામું નોટરાઈઝડ
BPL યાદીમાં 21 થી 28 સ્કોરમાં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો
જરૂરિયાત મુજબ અન્ય ડોક્યુમેન્ટ્સ
રેશનકાર્ડમાંથી સભ્યનું નામ દૂર કરવા માટે
લાભાર્થી જાતે પોતાના કુટુંબના રેશનકાર્ડમાંથી સભ્યનું નામ દૂર કરી શકે છે.
રેશનકાર્ડ ધારક પોતાના રેશનકાર્ડમાંથી નામ દૂર કરવા માંગતા હોય તો ફોર્મ નંબર-4 ભરવાનું રહેશે.
ગુજરાતના નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આ સેવા Digital Gujarat Seva Setu હેઠળ આવરી લેવામાં આવી છે.
ઓફલાઈન અરજી કરવા માટે જરૂરી ફોર્મ મેળવવા અહી ક્લિક કરો.
નવા રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે
આ માટે ડિજીટલ ગુજરાત વેબસાઈટનો ઉપયોગ કરી શકે છે.
નવું રેશનકાર્ડ કઢાવવા માટે નિયત નમૂનામાં અરજી આપીને ગ્રામ પંચાયત ખાતે VCE પાસે અને તાલુકા કચેરીમાં ATVT માંથી ઓનલાઈન કરાવી શકે છે.
નવા રેશનકાર્ડ માટે ઓફલાઈન અરજી કરવા માટે જરૂરી ફોર્મ મેળવવા અહી ક્લિક કરો.
રેશનકાર્ડમાં સરનામું સુધારવા માટે
રેશનકાર્ડમાં એડ્રેસમાં સુધારો કે વધારો કરવા માટે અરજદાર ફોર્મ નંબર-6(બ) નો યઉપયોગ કરી શકે છે.
ઓનલાઈન અરજી દ્વારા લાભાર્થી રેશનકાર્ડમાં અન્ય વિગતોમાં સુધારો કરી શકે છે.
ઓફલાઈન અરજી કરવા માટે જરૂરી ફોર્મ મેળવવા અહી ક્લિક કરો.
રેશનકાર્ડમાં પાલક વાલી તરીકે નોંધણી કરવા માટે
ઓનલાઈન અરજી દ્વારા અરજદાર રેશનકાર્ડમાં પાલક વાલી તરીકે નોંધણી કરાવી શકે છે.
રેશનકાર્ડ ધારક ગાર્ડીયન કે પાલક માટેની અરજી કરવા માટે ફોર્મ નંબર-7 મેળવીને અરજી કરવાની રહેશે. ઓફલાઈન અરજી કરવા માટે જરૂરી ફોર્મ મેળવવા અહી ક્લિક કરો.
અનાથ બાળકના ગાર્ડિયન તરીકે રેશનકાર્ડમાં સભ્ય બની શકે છે.
સંયુકત રેશનકાર્ડ અલગ કરવા માટે
અલગ-અલગ રેશનકાર્ડની કામગીરી માટે પણ ઓનલાઈન Digital Gujarat દ્વારા કરાવી શકે છે.
ઓફલાઈન અરજી કરવા માટે જરૂરી ફોર્મ મેળવવા અહી ક્લિક કરો.
રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા માટે
ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.
રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.
અરજી કરવાનું સ્થળ
ઉપર દર્શાવવામાં આવેલા તમામ સુધારાઓ તમે જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે જઈને કરાવી શકશો.
digitalgujarat વેબસાઈટ પર થી ઓનલાઈન આવેદન કરી શકો છો. ઓનલાઈન આવેદન કરવા માટે અહી ક્લિક કરો.