જરૂરી પુરાવા
નામ, અટક, સંબંધિનુ નામ - ( પિતા અથવા પતિ નુ નામ) દર્શાવતા પુરાવાઓ
રહેઠાણનો પુરાવો (લાઇટબીલ/વેરાબીલ)
પાસપોર્ટ સાઈઝ ફોટો
ડ્રાઈવિંગ લાઇસન્સ
આધારકાર્ડ
જરૂરિયાત મુજબ અન્ય ડોક્યુમેન્ટ્સ
મતદારયાદીમાં નામ દાખલ કરવા
ભારતનો નાગરિક હોય તેવી વ્યક્તિ નીચેની લાયકાત ધરાવતો હોય તો તે મતદાર તરીકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેના રહેઠાણના આધારે જે તે મતદાર મંડળ / વોર્ડમાં તેનું નામ નોંધાવી શકે છે.
લાયકાતની તારીખે એટલે કે દર વર્ષે ૧ લી જાન્યુઆરીના રોજ તેણે ૧૮ વર્ષ પૂરા કરેલા હોવા જોઇએ.
વિધાનસભાની મતદાર યાદીમાં જેનું નામ દાખલ થયેલ હોય તે વ્યક્તિ સ્થાનિકક સ્વરાજ્યની સંસ્થાઓના મતદાર મંડળ / વોર્ડની મતદારયાદીમાં આપોઆપ આવરી લેવાય છે તેથી તેણે જુદી અરજી કરવાની રહેતી નથી. પરંતુ વિધાનસભાની મતદારયાદીમાં નામ ન હોય, તો મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધવા હકદાર રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કાયદાઓ અને તે અંગેના નિયમોને આધીન, મતદાર તરીકે ગેરલાયકાત ધરાવતો ન હોવો જોઇએ.
પંચાયતના વિસ્તારમાં મતદાર તરીકે મત આપવાની લાયકાત ધરાવતી વ્યક્તિ અંગે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૨૮ માં જોગવાઇઓ છે. આવી જ રીતે, નગરપાલિકાના મતદાર તરીકેની, ગેરલાયકાત ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ - ૧૨ માં ગેરલાયકાતોની જોગવાઇ દર્શાવેલ છે. જ્યારે મહાનગરપાલિકાના કિસ્સામાં બોમ્બે પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટની કલમ-૮ માં લાયકાતો અને ગેરલાયકાતો અંગેની જોગવાઇ દર્શાવેલ છે.
કોઈપણ 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય નાગરીકે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ નં - 6 ભરવાનું રેહશે.
ઓફલાઈન ફોર્મ મેળવવા માટે અહિ ક્લિક કરો.
મતદારયાદી માંથી નામ કમી કરવા
મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં-૭ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન બંને રીતે ભરી શકાય છે.
ઓફલાઈન ફોર્મ મેળવવા માટે અહિ ક્લિક કરો.
મતદારયાદીમાં સંપૂર્ણ સરનામું સુધારવા
મતદાર યાદી માં સંપૂર્ણ સરનામું સુધારવા માટે ફોર્મ નં-૮-ક ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન બંને રીતે ભરી શકાય છે.
ઓફલાઈન ફોર્મ મેળવવા માટે અહિ ક્લિક કરો.
મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા
મતદાર યાદી માં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા ફોર્મ નં-૮ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન બંને રીતે ભરી શકાય છે.
ઓફલાઈન ફોર્મ મેળવવા માટે અહિ ક્લિક કરો.
અરજી કરવાનું સ્થળ
આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો અને ફોર્મ ભરવું.
અથવા
મતદાતા સેવા પોર્ટલ પર થી ઓનલાઇન અરજી કરી શકો છો.