યોજનાનો હેતુ
ડોમીસાઈલ સર્ટીફીકેટ એ કાનૂની દસ્તાવેજ છે જે પ્રમાણિત કરે છે જે તે વ્યક્તિ તે રાજ્ય માં રહે છે એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ એ તમારા રહેઠાણ નો પુરાવો પણ કહી શકાય છે. આ પ્રમાણપત્ર જે તે નાગરિક ગુજરાત રાજ્ય માં ચોક્કસ શહેર, મહોલ્લા કે વોર્ડ માં રહે છે તે પ્રમાણિત કરે છે કે તે કાયમી નિવાસી છે. ગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા કોઈ પણ લાભ લેવા માટે તમારે ગુજરાત ડોમિસાઇલ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
પાત્રતાના ધોરણો
ગુજરાત માં જન્મેલા અને ઓછા માં ઓછા 10 વર્ષ થી ગુજરાત માં રહેતા તમામ વ્યક્તિઓ
ગુજરાત માં જમીન અથવા સ્થાવર મિલકત ધરાવતા કોઈ પણ વ્યક્તિઓ
જમીનનો રેકર્ડ (RoR) હોવો જોઈએ.
કોઈ મહિલા જે બીજા રાજ્ય ની છે પરંતુ તેને ગુજરાત ના વ્યક્તિ સાથે લગ્ન કરેલ છે.
તેવા તમામ વ્યક્તિ કે પરિવાર જે ગુજરાત માં સરકારી નોકરી કરતાં હતા અથવા ચાલુ નોકરી હોય.
જરૂરી પુરાવા
અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
પંચનામું
સોગંદનામું
રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
રેશનકાર્ડ
જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/વિ.)
ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
સારી ચાલચલગત અંગેનો દાખલો.
કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.
અરજી કરવાનું સ્થળ
ગુજરાત માં ડોમીસાઈલ સર્ટીફીકેટ માટે તમે ઓનલાઇન અથવા ઓફલાઇન બંને રીતે અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો.
ઓફલાઇન અરજી કરવા માટે ફોર્મ ભરો, જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડો અને તેને તાલુકા અથવા મામલતદાર કચેરી ફોર્મ જમા કરો. અરજી સબમિટ કર્યા પછી, ગુજરાતમાં ડોમિસાઇલ પ્રમાણપત્ર મેળવવા માટે લગભગ 15 કામકાજના દિવસો લાગે છે.
PDF ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.