આવકનો દાખલો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. વિવિધ સરકારી યોજનાઓ અને સબસિડી નો લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર આવશ્યક દસ્તાવેજ છે. આવકના પ્રમાણપત્રમાં દર્શાવેલ આવકની રકમ દરેક કુટુંબની વાસ્તવિક આવકના આધારે ગણવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકારે આવકનો દાખલો સરળતાથી મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ રજૂ કર્યું છે. આ લેખમાં, ગુજરાત સરકાર તરફથી આવકનું પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા કેવી રીતે કરવી તે બધું જોશું.
યોજનાનો હેતુ
શૈક્ષણિક સંસ્થાઓ તરફથી વિશેષ સ્કોલરશીપ મેળવવામાં મદદ કરે છે.
પછાત વર્ગો કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિશેષ અનામત આપે છે.
આ પ્રમાણપત્ર સરકારી બેંકો અને વિવિધ સરકારી યોજનાઓમાંથી ક્રેડિટ મેળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન સહાય , કુંવરબાઈ નું મામેરું ,આયુષ્માન ભારત કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના , ઉજ્જવલા યોજના , અને કૃષિ કાર્યકર પેન્શન આવકના આધારે આપવામાં આવશે.
પાત્રતાના ધોરણો
આર્થિક રીતે નબળા લોકો કે જેની વાર્ષિક આવક ઓછી હોઈ તેવા તમામ લોકો આવકનો દાખલો કઢાવી શકે છે.
જરૂરી પુરાવા
રેશન કાર્ડ
વીજળી બિલ , પાણીનું બિલ (ત્રણ મહિના કરતાં જૂનું નહીં), ગેસ કનેક્શન
ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ ( પૈકી કોઈપણ એક ઓળખ પુરાવો ફરજિયાત છે):
પાસપોર્ટ સાઈઝ ફોટો
આવકનો પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે), એમ્પ્લોયર સર્ટિફિકેટ (જો સરકારી, અર્ધ સરકારી અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં નોકરી કરતા હોય) જો પગારદાર હોય (ફોર્મ 16-A અને છેલ્લા ત્રણ વર્ષથી ITR) જો વ્યવસાયમાં હોય (છેલ્લા 3 વર્ષથી વ્યવસાયની ITR અને વ્યવસાયની બેલેન્સ શીટ)
તલાટી સમક્ષ ઘોષણા (સેવા સંબંધિત)
અરજી કરવાનું સ્થળ
આવકનો દાખલો કઢાવવા માટે એક ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.
ગ્રામ્ય વિસ્તાર માટે આવકના દાખલા નું ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો. શહેરી વિસ્તાર માટે આવકના દાખલા નું ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો.