ભારત માં કોઈપણ વ્યક્તિ ચોક્કસ જાતિ અથવા સમુદાયની છે તે સતાવાર રીતે જાણવા માટે સરકાર દ્વારા જાતિ નો દાખલો એટલે કે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જાતિ પ્રમાણપત્ર (SC/ST) સંબંધિત રાજ્ય સરકારો દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમુદાયના રહેવાસીઓને જારી કરવામાં આવે છે. તેથી, એવી ભલામણ કરવામાં આવે છે કે આવી જાતિના લોકો સરકાર દ્વારા આપવામાં આવતી અનામતનો લાભ લેવા માટે જાતિનું પ્રમાણપત્ર મેળવે.
જાતિ પ્રમાણપત્રનો હેતુ
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વર્ગ હેઠળ અનામત કોઈપણ વ્યક્તિ જાતિ ના દાખલા માટે અરજી કરી શકે છે અને વિવિધ હેતુઓ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવું જોઈએ. કેટલાક હેતુઓ નીચે મુજબ છે.
શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં અનામત ક્વોટા માં સીટ મેળવવા માટે જાતિ નો દાખલો જરૂરી હોઈ છે.
શાળા/કોલેજોમાં ફી માં રાહત માટે જાતિ પ્રમાણપત્ર જરૂરી છે.
સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે જાતિ નો દાખલો જરૂરી હોઈ છે.
બીજા ઘણા આરક્ષણો માટે સબસિડીનું વિતરણ કરવા માટે સરકારને જાતિ પ્રમાણપત્રની માંગ કરે છે.
રોજગારના સંદર્ભમાં, નોકરી શોધનારાઓ માટે જાતિ પ્રમાણપત્ર ફરજિયાત હોય છે, જેઓ અનામત ક્વોટા હેઠળ નિમણૂક તરીકે સરકારી નોકરીઓ માટે અરજી કરે છે.
સરકારી યોજનાઓ માટે અરજી કરવા માટે, જાતિ પ્રમાણપત્ર આવશ્યક હોઈ છે.
વિધાનસભાઓમાં અનામત બેઠકો માટે જાતિ પ્રમાણપત્ર આપવું આવશ્યક હોય છે.
પાત્રતાના ધોરણો
અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
ગુજરાતમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર ઓછામાં ઓછા પાંચ વર્ષના સમયગાળા માટે રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલ SC/ST, SEBC અને OBC યાદીમાં અરજદારનું નામ હોવું જોઈએ.
જરૂરી પુરાવા
અરજદારનું આધાર કાર્ડ
અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
અરજદારનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
અરજદારના પિતાનું આધાર કાર્ડ
અરજદારના પિતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
૧૯૭૮ પહેલા જન્મ થયેલ હોય એમનું ( કાકા , ફઇ, દાદા)
લાઈટબીલ / વેરા બિલ
જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર
રેશનકાર્ડ
અરજી કરવાનું સ્થળ
જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીત થી અરજી કરી શકે છે.
જાતિ ના દાખલા માટે ઑફલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો.
OBC/SEBC ના દાખલા માટે ઑફલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો.
ફોર્મ ભરી અને મંજૂરી માટે જરૂરી દસ્તાવેજો સાથે અરજદારે મામલતદાર/તલાટી અથવા સમાજ કલ્યાણ ખાતા ઑફિસ માં જમા કરાવવાનું રહેશે.