વિદેશ અભ્યાસ લોન કેટલી મળે
વિદેશ અભ્યાસ લોન(Loan For Foreign Study) યોજના હેઠળ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ 15 લાખની (પંદર લાખ) મર્યાદામાં 4 % સાદા વ્યાજ પર મળવાપાત્ર થાય છે.
જરૂરી પુરાવા
નિયત નમુનાની અરજીપત્રક
બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
આધારકાર્ડની નકલ
આવકનું પ્રમાણપત્ર
એડમીશન લેટર
ધોરણ- 12 અને તે પછીના અભ્યાસની માર્કશીટની નકલ
ધોરણ – 10 અને 12 ની માર્કશીટ
શાળા છોડ્યાનો દાખલો ( LC )
પાસપોર્ટની નકલ
વિઝાની નકલ ( Visa Copy )
એર ટીકીટ ( Air Ticket )
દર વર્ષે ભરવાની થતી / ભરેલ ફી(Fees) નો પુરાવો
અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
ગીરોખત / બોજાનોંધ અને 5 બેંક ચેક
પરિશિષ્ટ-3 મુજબ પિતા/વાલી મિલકત મોર્ગેજ(Property mortgage) કરવાની સંમતિપત્ર
પરિશિષ્ટ-1 મુજબ જામીનદારની મંજુરી અને Property valuation report અને મિલકતના આધારો.
ધોરણ – 12 પછી MBBS માટે, સ્નાતક તથા ડિપ્લોમા પછી ડીગ્રી મેળવેલ હોય તો પણ માન્ય અભ્યાસક્રમો
અનુસ્નાતક (Master Course ) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તેના જેવા નામથી ઓળખતા સમાન અભ્યાસક્રમ માટે
રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ રૂપિયા 15 લાખની મર્યાદામાં લોન મળવાપાત્ર છે.
ધોરણ-12 માં 60 ℅ કે તેથી વધુ હોય તેમને આ યોજનાનો લાભ મળે.
કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 600000 (છ લાખ) થી ઓછી હોય એમને મળવાપાત્ર થાય.
વિદેશ અભ્યાસ લોન પરત ચૂકવણી
રૂપિયા 5.00 લાખ સુધીની કુલ લોનના અભ્યાસક્રમ પૂરો થયાના 1 વર્ષ બાદ 5 વર્ષમાં એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે.
રૂપિયા 5.00 લાખથી વધુ લોનના કિસ્સામાં અભ્યાસક્રમ પૂરો કર્યાના 1 વર્ષ બાદ 6 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ચૂકવવાની રહેશે.
ચૂકવણી કરેલ નાણાંને પ્રથમ નાણાંના વ્યાજ પેટે જમા લેવાનાં રહેશે.
વિદેશ અભ્યાસ લોન લેનાર વિદ્યાર્થીએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.
Bin-Anamat Loan માટેનાં દસ્તાવેજો/જામીન
આખા અભ્યાસક્રમની લોનની કુલ રકમ રૂપિયા 7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની અરજદાર વિદ્યાર્થીએ પોતાના કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
દરેક લોન લેનારે નિગમની તરફેણ(નિગમ માટે)માં સહી કરેલા 5(પાંચ) પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
સંપૂર્ણ અભ્યાસક્ર્મની લોનની કુલ રકમ રૂપિયા. 7.50 લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાના અથવા અન્ય કોઈ સગા-સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.