કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે. કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 12000/- DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.12,000/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.10,000/- ની સહાય ચૂકવવામાં આવશે.
સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
જરૂરી પુરાવા
કન્યાનું આધાર કાર્ડ
કન્યાના પિતા નું આધાર કાર્ડ
વર નું આધાર કાર્ડ
વરના પિતાનું આધારકાર્ડ
કન્યાના પિતા નો આવક નો દાખલો
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
બેંક પાસબુક કન્યા ના નામનું ( પિતા ના નામ સાથે નું બેંક એકાઉન્ટ )
કન્યા નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો
ફોર્મ મેળવવા માટે https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઇટ પર થી ડાઇરેક્ટ ડાઉનલોડ કરી શકાશે.
સૌ પ્રથમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઈ સમાજ કલ્યાણની સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in મુલાકાત લો.
જો તમે આ વેબસાઈટ પર નવા છો તો નોંઘણી બટન પર ક્લિક કરો.
અહીં તમારે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને નવું આઈડી બનાવવું પડશે.
આ પછી તમારે તમારા આઇડી પાસવર્ડ થી લૉગિન પોર્ટલ પર કરવાનું રહશે.
ડેશબોર્ડ પરથી તમારી જાતિ પસંદ કરો.
હવે તમારે કુવરબાઈનુ મામેરુ યોજના યોજના માટે અરજી પર ક્લિક કરવાનું રહેશે.
આ પૃષ્ઠ પર તમામ જરૂરી માહિતી દાખલ કરો.
જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરો.
આખરે ફોર્મ સબમિટ કર્યા પછી, કુવરબાઈ નુ મામેરુ યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે.
કુંવરબાઈનું મામેરું યોજના જો તમે અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરેલી હોય અને સહાય જમા ના થઈ હોય તો સૌથી પહેલાં ઓનલાઈન સ્ટેટસ જાણી લો. તેમ છ્તાં વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લા ખાતે આવેલી “જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી” ખાતે રૂબરૂ મુલાકાત કરો.